સવારે 7 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન કાપ રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્તારમાં આગામી તા.19-05-2023ને શુક્રવારના રોજ સવારે 7 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેનાર છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના જણાવ્યા અનુસાર 66 કે.વી. આરતી, માઈક્રોઈન્ક તથા 11 કે.વી. હિન્દુસ્તાન ઈન્ક-1, ગાયત્રી શક્તિ, વી.કો. પરમશીવા, ડયુફર ગ્રોફેડ, રોયલ પ્રોસેસ, ગુજરાત ઈલેક્ટ્રોમેગ, ધનલક્ષ્મી, જે.કે.ટી., જે.બી.એફ., એસ.કાંત, શાહ પેપરમીલ, સરના કેમિકલ, હેરંબા વાયટલ લેબ અને એચ.આઈ.એલ. ફીડર થર્ડ ફેઈઝ વિસ્તારમાં અગત્યનું સમારકામ હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે તેમજ કામકાજ પુરુ થયા બાદ કોઈપણ સુચના આપ્યા સિવાય વિદ્યુત પુરવઠો ચાલુ કરવામાં આવશે. ડી.જી.વી.સી.એલ.એ અખબારી યાદી દ્વારા જણાવેલ છે.