October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સથી માસ્‍ટરની ડીગ્રી પ્રાપ્ત કરતા ખાનવેલ ગ્રામ પંચાયતે કુ. પ્રિયા અને કુ. પ્રિયંકા ભીમરાના સન્‍માનમાં જાહેર રસ્‍તા ઉપર અભિનંદન આપતા લગાવેલા હોર્ડિંગ

ખાનવેલ ગ્રામ પંચાયતની આવકારદાયક પહેલઃ પ્રદેશના આદિવાસી સમુદાયને શિક્ષિત બનવાનો આપેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ :ખાનવેલ ગ્રામ પંચાયત દ્વારા લંડન સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સથી માસ્‍ટરની ડીગ્રી પ્રાપ્ત કરનાર કુ.પ્રિયા ભીખુભાઈ ભીમરા અને કુ. પ્રિયંકા ભીખુભાઈ ભીમરાના સન્‍માનમાં જાહેર રસ્‍તા ઉપર અભિનંદન આપતા અને શુભકામના પાઠવતા હોર્ડિંગ મુકવાનું આવકારદાયક પગલું ભરવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશના આદિવાસી સમુદાય માટે ગૌરવરૂપ બનેલ ખાનવેલની બે દિકરીઓ કુ. પ્રિયા અને કુ. પ્રિયંકા ભીખુભાઈ ભીમરાને આદર્શ બનાવી શિક્ષણ ઉપર જોર આપવાનો સંદેશ પણ ખાનવેલ ગ્રામ પંચાયતે પ્રગટ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારો ખુલી ગયા છે. તેનો ભરપૂર લાભ લઈ પ્રદેશના શોષિત, વંચિત, દલિત, પીડિત અને આદિવાસી સમુદાયે પોતાની ગરીબી નાબૂદ કરવા માટે શિક્ષણને એક શષા બનાવવું જોઈએ. આજે દાદરા નગર હવેલીના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાએ તેમના તમામ સંતાનોને અપાવેલા ઉચ્‍ચ શિક્ષણથી તેમના આત્‍માને પણ શાંતિ મળી રહી હોવી જોઈએ.

Related posts

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

Leave a Comment