(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડના જાયન્ટસ ગૃપ દ્વારા દાદરાનગર હવેલીના દૂધનીને અડીને આવેલા છેક છેવાડાના શીંગ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જા. પ્રમુખ ડૉ. આશા ગોહિલ, જાયન્ટ્સ દક્ષેશ ઓઝા અને ઉષા ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. ગામના શિક્ષક રાધાબેન પટેલ, મહેશભાઈ તથા દુધનીના નીતિન મોહનકર, કલ્પેશ નાકરે, મનેશ પટારા તથા શિંગ ડુંગરીના રાજેશના સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અર્ચના ચૌહાણ, હાર્દિક પટેલ, દેવરાજ બાપા, વિલ્સન મેકવાન, તસનીમ કાપડીઆ, શીરીન વોરા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.