Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

સરકારે યોજનાની મુદત વધુ એકવાર લંબાવી 16 જૂન સુધીની કરી છે : પાલિકાને 105 અરજી મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ગુજરાત સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા ઈમ્‍પેક્‍ટ ફી યોજનાનો અમલ કરવામાં આવ્‍યો છે. ગેરકાયદે બાંધકામને રેગ્‍યુલાઈઝ કરવાની આ યોજનાનો લાભ લેવા કે અમલવારી કરવામાં વાપીમાં ઉદાસિનતા જોવા મળી રહી છે. અત્‍યાર સુધીમાં પાલિકામાં એકમાત્ર અરજી મંજૂર કરાઈ છે તેથી લાગી રહ્યું છે કે પાલિકા મહેસુલી આવક મેળવવામાં પણ રસહિન દેખાઈ રહી છે. જો કે પાલિકાને બાંધખામ રેગ્‍યુલાઈઝ કરવાની 105 અરજી મળી છે.
વાપી શહેરી વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામનો ઠેર ઠેર રાફડો ફાટેલો જ છે. પ્‍લાન નકશાથી વિરૂધ્‍ધ બાંધકામ 20 થી 30 ટકા માર્જીનનું ઉલ્લંઘન કરાયું છે. તેવા ડેવલપર અનઅધિકૃત બાંધકામને ઈમ્‍પેક્‍ટ ફી યોજના હેઠળ લાભ લઈ અધિકૃત કરી શકે છે. એ માટે સરકારે યોજના પણ બનાવી છે. તેમજપાલિકાઓને વધુ મહેસુલી આવક મળે તે હેતુસર યોજનાને સરકારે 16 જૂન સુધી લંબાવી છે. તેમ છતાં વાપીમાં આ યોજનાની અમલવારીની કોઈ ઝાઝી અસર જોવા મળી નથી. પાલિકાને 105 જેટલી અરજી મળી છે તે પૈકી એકમાત્ર અરજી બીના અભય દોશીની મંજૂર કરી છે તે પેટે ઈમ્‍પેક્‍ટ ફી રૂા.3,31,500 વસુલવામાં આવ્‍યા છે. તો અન્‍ય અરજીઓ રેગ્‍યુલાઈઝ કરવામાં પાલિકાની પણ નિરસતા દેખાઈ રહી છે. આ યોજનામાં 20 થી 30 ટકા પાર્કિંગ માર્જીન ઉલ્લંઘન કરનારા રૂા.150 પ્રતિ ચો.મીટર ઈમ્‍પેક્‍ટ ફી ભરી બાંધકામ નિયમિત કરાવી શકે છે.

Related posts

ભણતરથી કંટાળી પારડીના યુવાને ગોવાની વાટ પકડી: સોશિયલ મીડિયાના સહારે યુવાનને શોધી કાઢતી પારડી પોલીસ

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

Leave a Comment