Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલીના સમરોલીમાં નવા તળાવના કિનારે આવેલપૌરાણિક ફુલદેવી માતાના મંદિરના 24માં પાટોત્‍સવની ઉજવણી શ્રી ફુલદેવી માતાજી ધર્મદા ટ્રસ્‍ટના નેજા હેઠળ સ્‍થાનિક ભક્‍તો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ હરીશભાઈ મહારાજ સહિતના ભૂદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અનેક ભક્‍તો જોડાઈ યજ્ઞમાં આહુતિ આપી હતી આ દરમિયાન માતાજીની મહા આરતી પણ કરવામાં આવી હતી ફુલદેવી માતાજીના મંદિરે ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી પડી માતાજીની પૂજા અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે ભજનોનીકેટલી ગામના ભજન મંડળ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી આ ઉપરાંત મહાપ્રસાદનો પણ હજારોની સંખ્‍યામાં ભક્‍તોએ લ્‍હાવો લીધો હતો. પાટોત્‍સવ નિમિત્તે આયોજકો દ્વારા યજ્ઞમાં જોડાનાર યજમાનોને માતાજીની તસવીર પણ ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

વલસાડ ઔરંગા નદી પુલ ઉપર કાર પલટી મારી ગઈ

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

વલસાડના ટંડેલ પરિવાર માટે સરકારની મહત્‍વાકાંક્ષી 3 યોજના વરદાનરૂપ સાબિત થઈ: કોરોનાકાળથીઅત્‍યાર સુધી સરકારી અનાજ જ જીવન જીવવાનો આધાર બન્‍યોઃ લાભાર્થી નરેશભાઈ

vartmanpravah

દાનહ જિલા પંચાયત પ્રમુખ નિશા ભવરે રખોલી ગ્રામ પંચાયતની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment