જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલથી દાદરી, વડોદરા, રેવાડી, 1054 કિ.મી. લાંબો પ્રોજેક્ટ કાર્યરત છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23
વાપી રેલ્વે લાઈન ઉપર છેલ્લા કેટલાક સમયથી ડી.એફ.સી.સી.આઈ.એલ.ગોલ્ડન કોરીડોર પ્રોજેક્ટ પ્રગતિમાં છે. આજરોજ વેસ્ટર્ન રેલ્વે જી.એમ. અને ઉચ્ચ રેલ્વે અધિકારીઓએ વાપી પધારીને પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્ર સરકારનો રેલ્વેનો અતિ મહત્વાકાંક્ષી ગોલ્ડન કોરીડોરી ડી.એફ.,સી.સી.આઈ.એલ. પ્રોજેક્ટ છે. જવાહરલાલ નેહરુ પાર્ટ ટર્મનલથી મુંબઈ વાયા વડોદરા દાદરી રેવાડીથી પસાર થતો 1504 કિલોમીટરના આ પ્રોજેક્ટની કામગીરી વાપીમાં પણ પુરજોશથી ચાલી રહી છે. ત્યાર વેસ્ટર્ન રેલ્વેના જી.એમ.આલોક કંસલ અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓની આજે મંગળવારે વાપી પધારી હતી. વાપીમાં પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કરી જરુરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રોજેક્ટમાં 141 કરોડનો ખર્ચ તૈયાર થનાર રેલ્વે પુલનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવી રેલ્વે લાઈન નંખાઈ રહી છે. તેમાં આવતા પુલ ફાટક અને કનેક્ટીંગ લીંકનો પણ જોગવાઈઓ છે.