December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી કોલેજમાં શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે પ્રમુખ સ્‍વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્‍વામીના હસ્‍તે અનાવરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલીમાં વિમલ ઉચ્‍ચતર કેળવણી ટ્રસ્‍ટ સંચાલિત કોલેજમાં પ્રમુખસ્‍વામી મહારાજની શતાબ્‍દી મહોત્‍સવના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં વલસાડ તિથલ મંદિરના કોઠારી સ્‍વામી વિવેક સ્‍વરૂપ તેમજ દાસમુનીસ્‍વામી કોલેજના મેનેજિંગ ટ્રસ્‍ટી દર્શનભાઈ દેસાઈ હરિભક્‍તો સ્‍ટાફ વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં પ્રમુખસ્‍વામી મહારાજના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. આ પૂર્વે દર્શનભાઈ દેસાઈએ બંને સંતોનું સ્‍વાગત કરી 50 વર્ષથી ચાલતી આ સંસ્‍થા શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્‍થાન ધરાવે છે. ક્‍યારે કોલેજના વિદ્યાર્થીઓ આધ્‍યાત્‍મિક ક્ષેત્રે પણ જોડાય તેવી ભાવના વ્‍યક્‍ત કરી હતી.
કોઠારી સ્‍વામી દ્વારા પ્રવચનમાં પ્રમુખસ્‍વામી મહારાજના સ્‍મરણો યાદ કરી સમગ્ર વિશ્વમાં વ્‍યસન મુક્‍તિ તેમજ તેમના અનુસાસનના સિદ્ધાંતોથી લાખો લોકોએ પ્રેરણા લઈ પોતાનું જીવનસાર્થક કરેલ છે.
કોલેજના મુખ્‍ય દરવાજા પાસે મૂકવામાં આવેલ પ્રમુખસ્‍વામી મહારાજની મૂર્તિ હંમેશા કોલેજના વિદ્યાર્થીઓ તા મિત્રોને આશીર્વાદ આપી સંસ્‍થાને ઉત્તરો ઉત્તર પ્રગતિ થશે એવા આશીર્વાદ કોઠારી સ્‍વામી દ્વારા આપવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં દસમાં વાર્ષિક મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

નરોલીના યુવાને દમણગંગા નદીમાં ઝંપલાવ્‍યું: ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ

vartmanpravah

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

Leave a Comment