Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલીના સમરોલીમાં નવા તળાવના કિનારે આવેલપૌરાણિક ફુલદેવી માતાના મંદિરના 24માં પાટોત્‍સવની ઉજવણી શ્રી ફુલદેવી માતાજી ધર્મદા ટ્રસ્‍ટના નેજા હેઠળ સ્‍થાનિક ભક્‍તો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ હરીશભાઈ મહારાજ સહિતના ભૂદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અનેક ભક્‍તો જોડાઈ યજ્ઞમાં આહુતિ આપી હતી આ દરમિયાન માતાજીની મહા આરતી પણ કરવામાં આવી હતી ફુલદેવી માતાજીના મંદિરે ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી પડી માતાજીની પૂજા અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે ભજનોનીકેટલી ગામના ભજન મંડળ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી આ ઉપરાંત મહાપ્રસાદનો પણ હજારોની સંખ્‍યામાં ભક્‍તોએ લ્‍હાવો લીધો હતો. પાટોત્‍સવ નિમિત્તે આયોજકો દ્વારા યજ્ઞમાં જોડાનાર યજમાનોને માતાજીની તસવીર પણ ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી.

Related posts

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ડુંગરામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી આંબાવાડી વાળી જમીનમાં કેમિકલ વેસ્‍ટની સાઈટ નિકળી

vartmanpravah

શ્રીનગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ચીખલી ખુડવેલના 41 વર્ષીય જવાન હેમંતભાઈ પટેલને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ નિધન થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં દીવ જિલ્લાના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ કિરીટભાઈ વાજાના નેતૃત્‍વમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment