July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી, દમણ (દિંડોરી પ્રણિત) દ્વારા નાની દમણ ખારીવાડ ઝરીમરી માતાના મંદિરમાં એક દિવસીય બાળ સંસ્‍કાર શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: નાની દમણ ખારીવાડ સ્‍થિત ઝરીમરી માતાના મંદિરમાં શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી, દમણ (દિંડોરી પ્રણિત) તરફથી એક દિવસીય બાળ સંસ્‍કાર શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લગભગ 150 નાના બાળકોએ ભાગ લીધો હતો. આ બાળ સંસ્‍કાર શિબિરમાં પ્રમુખ સ્‍થાને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા ઉપસ્‍થિત રહ્યા હતા. તેમનું શિબિરના આયોજકો દ્વારા શ્રીફળ આપીને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ શહેર મંડળ ઉપ પ્રમુખ શ્રી પિયુષ પટેલ, દમણ ન.પા. વોર્ડ નંબર 13ના કાઉન્‍સિલર શ્રી વિનય પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
શિબિરના પ્રમુખસ્‍થાને ઉપસ્‍થિત રહેલા શ્રી અસ્‍પી દમણિયાએ બાળકોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, આજનું બાળક આવતી કાલનું ભારત છે. તેમણે જેટલા સારા સંસ્‍કાર અને શિક્ષણ આપવામાં આવશે એટલો આપણો દેશ મજબૂત બનશે.
આ શિબિરમાં બાળકોને અથર્વ શીશ શ્‍લોકનું પઠણ કરાવવામાં આવ્‍યું હતું અને તેમના જીવનમાં ધર્મ અને સંસ્‍કૃતિની ભાવના જાગે એ બાબતે સમજણ આપવામાં આવી હતી. આ બાળ સંસ્‍કારશિબિરમાં બાળકોને સૂર્ય નમસ્‍કારનો અભ્‍યાસ કરાવાયો હતો અને ચિત્રકળા સ્‍પધાનું આયોજન કરી તેમને શિક્ષણ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment