(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા. 28
સમગ્ર ગુજરાતમાં દસ હજારથી વધુ ગામ પચાયતોમાં આગામી 19મી ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય રહી છે ત્યારે ચૂંટણીમાં અનેક પ્રલોભનો આપી ઉમેદવારો વોટરોને પોતાની તરફ ખેંચી રહયા છે.
ચૂંટણીમાં પોટ્સની તરફ આકર્ષણ ઉભું કરવા માટે દારૂ મહત્વનો ભાગ ભજવતો હોય ઉમેદવારો કે એમના મળતીયાઓ યેનકેનપ્રકારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે સંઘપ્રદેશ અને ગુજરાત વચ્ચે મહત્વની ગણાતી પારડીની પાતલિયા ચેક પોસ્ટ ખાતે પારડી પોલીસે પણ સઘન ચેકિંગ હાથ ધરી સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરી વાહનોમાં દારૂ તો સપ્લાય નથી થઈ રહ્યોની તપાસની સાથે સાથે આર.ટી.ઓ.ના નિયમો અનુસાર સીટ બેલ્ટ, લાયસન્સ, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ વગેરે નિયમોનું પણ સઘન ચેકિંગ હાથ ધરાતા વાહન ચાલકો તથા સંઘપ્રદેશમાં આવતા પર્યટકોમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે.