September 2, 2026
Vartman Pravah
ગુજરાતપારડીવલસાડ

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

BPL કાર્ડ ધારક મહિલાઓને બઝિક નર્સિંગ, ન્‍યુટ્રિશન અને કોમ્‍યુનિકેશન સ્‍કિલની તાલીમ અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12 વલસાડ જિલ્લાના લીલાપોરના મહિલા ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્ર ખાતે તા.12મી ડિસેમ્‍બરના રોજ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેએ પારડી ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્ર અને ગ્રામીણ સ્‍વરોજગાર વિકાસ તાલીમ સંસ્‍થા (RSETI)ના સહયોગથી BPL કાર્ડ ધારક મહિલાઓ માટે નવા શરૂ કરાયેલા ‘હોમ આયા’ કોર્સની શરૂઆત કરાવી હતી. આ 13 દિવસના કોર્સ દ્વારા BPL કાર્ડ ધારક મહિલાઓને મુખ્‍યત્‍વે બેઝિક ર્નસિંગ(સામાન્‍ય ઉપચાર), ન્‍યુટ્રિશન(પોષણ), કોમ્‍યુનિકેશન સ્‍કિલ(વાતચીતનુ કૌશલ્‍ય) અને ઘરકામની સામાન્‍ય સમજ વિશે તાલીમ આપવામાં આવશે. સૌપ્રથમ શરૂ થયેલી આ તાલીમના પહેલા બેચમાં 25 તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાંઆવ્‍યો છે. તાલીમનો સમય બપોરે 1 થી સાંજે 5 વાગ્‍યા સુધીનો રહેશે.
કોર્સની શરૂઆત કરાવતી વખતે કલેક્‍ટરશ્રીએ કહ્યું હતું કે, આઈટીઆઈમાં અલગ અલગ કોર્સની શરૂઆત થતી જ રહે છે પરંતુ આ કોર્સની નવીનતા એ છે કે જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી માટે વ્‍યવસ્‍થિત તાલીમ મળશે અને ર્વકિંગ મહિલાઓને પણ આધાર મળી રહેશે. તાલીમના વર્ગો પણ બપોર પછી ના રાખવામાં આવ્‍યા છે જેથી તાલીમાર્થી મહિલાઓને સગવડ રહે. આ તાલીમ દ્વારા બધી જ પ્રાથમિક તાલીમ મળી રહેશે પરંતુ પ્રામાણિકતા અને માનવીયતા દાખવી કામ કરવું તાલીમાર્થીઓની જવાબદારી છે.
આ પ્રસંગે કલેક્‍ટરશ્રીએ આઈટીઆઈમાં ચાલતી વિવિધ તાલીમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. તેમજ પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, પારડી આઈટીઆઈના આચાર્ય વી.એ.ટંડેલ, લીલાપોર આઈટીઆઈના આચાર્ય જયેશભાઈ પટેલ, ગ્રામીણ સ્‍વરોજગાર વિકાસ તાલીમ સંસ્‍થાના ડાયરેક્‍ટર નિતેશ શર્મા, તાલીમ લેનારી મહિલાઓ અને અધ્‍યાપકો હાજર રહ્યા હતા.

 

Related posts

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાંના અધ્‍યક્ષસ્‍થાને શાળા પ્રવેશોત્‍સવ બેઠક મળી

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનો જન્‍મ દિવસ સેવાકિય પ્રવૃત્તિ દ્વારા ઉજવ્‍યો

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

Leave a Comment