(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17
વાપી નૂતનનગર વિસ્તારમાં વિજ કંપની દ્વારા બે દિવસ પહેલા નડતરરૂપ ઝાડ કાપવામાં આવ્યા હતા. ત્યારબાદ કાપેલા ઝડા એમના એમ જે તે જગ્યાએ છોડી દેવામાં આવતા સ્થાનિક રહિશો માટે નડતરરૂપ બની રહ્યા હાોવથી વિજ કંપની કાપેલા વૃક્ષોને ત્વરીત નિકાલ કરે તેવી સ્થાનિકએપાર્ટમેન્ટના રહિશોની માંગણી સાથે રોષ ફેલાતો જોવા મળી રહ્યો છે.
વાપી નૂતનનગર વિસ્તારમાં આવેલા વ્રજરત્ન એપાર્ટમેન્ટ સહિત આ વિસ્તારમાં આવેલ અન્ય સ્થળોએ વિજ કંપની દ્વારા ઝાડના ડાળ કાપવામાં આવ્યા હતા અને કાપ્યાબાદ તેમના તેમ જે તે સ્થળોમાં છોડી રાખ્યા છે. પરિણામે સ્થાનિક રહિશો માટે આ ઝાડોનો કચરો ભારે નડતરરૂપ બની રહ્યો છે. બીજુ જીઈબી દ્વારા કાપવામાં આવેલા હોવાથી અન્ય ગરીબ વર્ગ બળતણમાં પણ લઈ જઈ શકે એમ નથી. તેથી આ બાબત વિજ કંપનીએ ગંભીરતારૂપે જોઈને કાપેલા વૃક્ષોનો યોગ્ય નિકાલ કરવો તેવી સ્થાનિક રહિશોની રોષ સાથે માંગણી ઉઠવા પામી છે.