October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

(

 

 

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.21: વલસાડ નજીક વાઘલધરા નેશનલ હાઈવે ઉપર સાંજના સમયે એક ટેન્‍કર પલ્‍ટી મારી જતા ભીષણ આગ લાગી હતી. આગના વિકરાર સ્‍વરૂપને લઈ પોલીસએ હાઇવેનું આવાગવન અટકાવી દીધું હતું. ઘટના સ્‍થળે ફાયર ફાયર ફાયટરો આગ બુજાવાની જહેમત ઉઠાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે સવા છ વાગ્‍યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી. જ્‍વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્‍ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહનવ્‍યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ઘટનાસ્‍થળ પરથી એક મૃતદેહ ટેન્‍કરમાંથી અને બીજો બહારથી મળી આવ્‍યો છે. બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

Leave a Comment