October 17, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં તા.14 અને 15 ના રોજ વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે

આ મહોત્‍સવમાં મોટીવેશનલ સ્‍પીકર પારસ પાંધી અને ડાન્‍સ ઈન્‍ડિયા ડાન્‍સના પરફોર્મર દિવ્‍યાંગ ડાન્‍સર કમલેશ પટેલ પોતાનાં ડાન્‍સથી દર્શકોને મંત્રમુગ્‍ધ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13 : વલસાડની સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘‘સરસ્‍વતી મહોત્‍સવ ખુશીઓ કી લહેર 2022-23” નો બે દિવસીય વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે. તા.14 અને 15 ના રોજ યોજનારાઆ મહોત્‍સવમાં મોટીવેશનલ સ્‍પીકર પારસ પાંધી અને ડાન્‍સ ઈન્‍ડિયા ડાન્‍સના પરફોર્મર દિવ્‍યાંગ ડાન્‍સર કમલેશ પટેલ પોતાનાં ડાન્‍સથી દર્શકોને મંત્રમુગ્‍ધ કરશે.
વલસાડના અબ્રામામાં આવેલી નામાંકિત સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલનો વાર્ષિકોત્‍સવ તા.14 અને 15.12.22 ના રોજ સાંજે 5:00 કલાકે યોજાશે. તા.14 મીના રોજ યોજાનારા કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે વલસાડનાં ડો.દેવાંગ દેસાઈ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ઈન્‍ફોસીસના ડિજિટલ સ્‍પેશિયાલિસ્‍ટ એન્‍જિનિયર પ્રબજત સિંઘ ભોગલ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીની એવી ડેન્‍ટલ સર્જન ખુશી પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે.
જ્‍યારે 15મી ના રોજ યોજાનારા કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે જાણીતાં મોટીવેશનલ સ્‍પીકર પારસ પાંધી વિદ્યાર્થીઓને પોતાનાં વક્‍તવ્‍ય દ્વારા જીવનમાં કેવી રીતે આગળ વધવું તે માટેના પાઠ ભણાવશે. તેઓને સાંભળવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ ઉત્‍સુકતા જોવા મળી રહી છે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ગુજરાતના જાણીતા દિવ્‍યાંગ ડાન્‍સર કમલેશ પટેલ સ્‍ટેજ ઉપર ડાન્‍સ પર્ફોમ કરશે. તેઓ ડાન્‍સ ઈન્‍ડિયા ડાન્‍સમાં ભાગ લઈ ચૂકયા છે. આ ઉપરાંત ઓલ ગુજરાત ડાન્‍સ કોમ્‍પિટિશનમાં પણ તેઓ વિનર બની ચૂકયા છે. પોતે દિવ્‍યાંગ હોવા છતાં તેઓ ખૂબ જ એનર્જીથી ડાન્‍સ કરતા હોય તેમને જોવાનો અનેરોલ્‍હાવો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍કૂલના તમામ સ્‍ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

વલસાડ ખાતે પંચાયત ગ્રામ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: મનરેગા યોજના અંતર્ગત રૂ.૨૨૬ લાખના ૧૫૪ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૧૪ લાખના ૪૯ કામોનું લોકાર્પણ

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

Leave a Comment