Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

બાળકોને દર રવિવારે નિઃશુલ્‍ક દરે વારલી પેઈન્‍ટિંગ, ભરતકામ, કલે મોડલિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિ કરાવાઈ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.14: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ખાતે દર રવિવારે ‘‘ફનવે સન્‍ડે” પ્રવૃત્તિની શરૂઆત જુલાઈ- 2022થી કરવામાં આવી હતી. જેમાં બાળકોને દર રવિવારે અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે ઓરીગામી ક્રાફટ, કલે મોડલિંગ, વારલી પેઈન્‍ટિંગ, લીફ પેઈન્‍ટિંગ, ભરતકામ, ગ્રીટિંગ કાર્ડ, માસ્‍ક, પેપરબેગ, એન્‍વેલપ મેકિંગ, તહેવાર અને વિશેષ દિવસની ઉજવણી તેમજ ભારતના મહાન વિભૂતિની જન્‍મજયંતિને લગતી તમામ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
આ પ્રવૃત્તિ કરાવવાનો મુખ્‍ય હેતુ સમજાવતા ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમના કયુરેટર ડો.ઈન્‍દ્રાવત્‍સએ જણાવ્‍યું કે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય, સુષુપ્ત શક્‍તિનાં વિકાસને વેગ મળે, બુદ્ધિનો વિકાસ થાય અને બાળકોનું મનોરંજન થાય એવા શુભ આશયથી અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. જેનો બાળકો ઉમંગભેર આનંદ લઈ રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં બાળકોની અભિરૂચી પ્રમાણેની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. જેથી તેમનો રસ જળવાઈ રહે. ધરમપુર નગર અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા બાળકો અને વાલીઓને ખાસ જણાવવામાં આવે છે કે, આવનારા દિવસોમાં ‘‘ફનવે સન્‍ડે”માં અનેક અવનવી પ્રવૃત્તિઓ નિઃશુલ્‍ક દરે કરાવવામાં આવનાર છે જેથી ભાગ લેવા ઈચ્‍છતાં બાળકોએ સ્‍થળ પર આવી રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર – 97270 92646 અને 97128 30302 પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment