October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.
ઉમરગામ તાલુકાનાનારગોલ ગામ ખાતે આવેલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટના સહષાારધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્‍બર માસની અંદર ભવ્‍ય પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય કક્ષાનો આ પૂજાનો કાર્યક્રમ વર્ષે 23 ડિસેમ્‍બરથી 25 ડિસેમ્‍બર સુધી યોજાતો હોય છે જેમાં સમગ્ર દેશના દરેક રાજ્‍યથી હજારોની સંખ્‍યામાં માઁ નિર્મલાદેવીના અનુયાયીઓ નારગોલ ખાતે આવી પહોંચતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાંની અંદર અનુયાયીઓએ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નારગોલ સ્‍થિત નિર્મલ વન ખાતેના મંદિર તેમજ સહષાારધામને ભવ્‍યતાથી સજાવટ કરાયું હતું. આ કાર્યક્રમમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, ઉમરગામ 182ના ધારાસભ્‍ય રમણભાઈ પાટકર, નારગોલ ગામના સરપંચ સ્‍વીટી યતીન ભંડારી સહિત અનેક મહાનુભવોએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું નિર્મલાદેવી ટ્રસ્‍ટના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ દિનેશભાઈ રાય તેમજ સ્‍થાનિક ટ્રસ્‍ટી સીમાબેન શર્માએ ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું.

Related posts

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

vartmanpravah

Leave a Comment