October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગર પાલિકા કર્મચારીના ઘરે સતત વરસાદને લઈ તોતિંગ વૃક્ષ ધરાશયી

ઘરની વિરૂદ્ધ દિશામાં વૃક્ષ ધરાશયી થતા ઘર તથા લોકોનો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.07: પારડી નગર પાલિકા વોર્ડ નંબર એકમાં મહેતા હોસ્‍પિટલ પાસે આવેલ અને પારડી નગર પાલિકામાં સેવા બજાવતા કિશોરભાઈ આર. પરમારના ઘર પાછળ આવેલ બોરડીનું તોતિંગ ઝાડ સતત વરસી રહેલા વરસાદને લઈ મૂળમાંથી ઉખડી ધરાસયી થઈ ગયું હતું. નસીબ જોગે આ બોરડીનું તોતિંગ ઝાડ ઘરની સાઇડે ન પડતાં ખુલ્લી જગ્‍યામાં ધરાશયી થતા ઘર તથા ઘરમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો હતો.
જોકે આ ઝાડ ધરાશયી થયા અંગેની જાણ પારડી નગર પાલિકાને કરાતા પારડી નગર પાલિકાએ ફકત સ્‍થળ તપાસ કરી સંતોષ માન્‍યો હતો. અને આ ઝાડને કાપી સહી-સલામત રીતે રસ્‍તો ખુલ્લો કરવાનું કામ ઘરના સદસ્‍યો દ્વારા કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી પારડી નગર પાલિકામાં સેવા બજાવતા કર્મચારીના ઘરે આવી ઘટના બની હોવા છતાં પાલિકા કોઈ પણ જાતની ધ્‍યાન ન આપી દુર્લક્ષ સેવતી હોય તો નગરના આમ આદમીના ઘરે આવી કોઈ દુર્ઘટના બને તો પારડી નગર પાલિકા તરફથી કોઈ મદદની આશા રાખવી નહિ નું અહીં સાબિત થાય છે.

Related posts

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

vartmanpravah

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ખારીવાડી નાની દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સચિવ અસગર અલીએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment