January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટીફસ્‍ટ પૂર્વે એલ.સી.બી.નો સપાટો : પારડી હાઈવે ઉપર દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપી પાડી

રૂા. 3.84 લાખનો દારૂનો અને ટ્રક મળી પોલીસે રૂા. 13.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક મોહંમદ રફી કાદર બલોચની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: થોડા દિવસોમાં થર્ટીફસ્‍ટ આવી રહી હોવાથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે બેબાકળા બન્‍યા છે. આજે ગુરૂવારે વલસાડ એલ.સી.બી.એ પારડી હાઈવે હોટલ શ્રીનાથજી સામે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી સપાટો બોલાવી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબવલસાડ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે પારડી હાઈવે હોટલ શ્રીનાથજી સામે વોચ ગોઠવી હતી. બાતમી વાળી ટ્રક નં.જીજે 10 ઝેડ 6507 આવતા પોલીસે ટ્રક અટકાવી ચેકીંગ કર્યું હતું. ટ્રકમાં દારૂના બોક્ષમાં કુલ 696 નંગ બોટલોનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ચાલક મોહંમદ રફી કાદર બલોચ રહે.જામનગર મહાપ્રભુજીની બેઠક પાસેની ધરપકડ કરી હતી. પોલીસે દારૂની કિંમત રૂા.3.84 લાખ અને 10 લાખની ટ્રક મળી કુલ 13.84 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પુરી થયા બાદ એસ.આર.પી.ના જવાનો ચેકપોસ્‍ટથી દૂર કરાતાની સાથે જ બુટલેગરો ફરી માર્કેટમાં આવી ગયા છે.

Related posts

સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે B.Sc. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વરકુંડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

Leave a Comment