September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેની અધ્‍યક્ષતામાં પોલીસ વિભાગ માટે એવાયએમ સિન્‍થેટીક્‍સ કંપનીના સહયોગ દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્‍થિત અધિકારીઓના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો તથા હોમગાર્ડના જવાનોએ મેડિકલ કેમ્‍પનો લાભ લીધો હતો.
આ અવસરે એસ.પી.શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, ટ્રાફિક એસ.પી. શ્રી અનુજ કુમાર, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, ડી.વાય.એસ.પી. શ્રી એન.એલ. રોહિત સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વેલસ્‍પન કંપની તરફથી શ્રી શિરીષ બાસમટક સહિત મેડીકલની ટીમ ઉપસ્‍થિત રહી સેવા આપી હતી. આ સમગ્ર મેડિકલ કેમ્‍પનું આયોજન એવાયએમ સિન્‍થેટીક્‍સ લિમિટેડ વેલ્‍સપન દ્વારા કરવામા આવ્‍યું હતું.

Related posts

શતાબ્‍દી વર્ષમાં પ્રવેશેલ આર.એસ.એસ દ્વારા પારડી નગરમાં વિજ્‍યા દસમી ઉત્‍સવની ઉજવણી

vartmanpravah

દમણના અરબી સમુદ્ર કિનારે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વનો ઉત્તર ભારતીયોએ કરેલો જયઘોષ

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશે

vartmanpravah

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

vartmanpravah

Leave a Comment