October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગે નરોલી રોડ પરથી પાસ પરમીટ વગર લાકડા લઈ જતો ટેમ્‍પો ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગની ટીમને મળેલ બાતમીના આધારે નરોલી રોડ ઉપરથી શનિવારે પાસ પરમીટ વગર લાકડા ભરેલ એક ટેમ્‍પો ઝડપી પાડયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલી વન વિભાગના અધિકારીને મળેલ બાતમીના આધારે ફોરેસ્‍ટ ગાર્ડ શ્રી નટુભાઈ માર્ગે અને ફોરેસ્‍ટર શ્રી ગોવિંદ પટેલે લાકડા ભરેલ ટેમ્‍પોનો પીછો કરી નરોલી રોડ પાસે અટકાવ્‍યા બાદ ટેમ્‍પોચાલકની પૂછપરછ કરતા તે બારડોલીથી નરોલીમાં નીલગીરીના લાકડા ભરેલ ટેમ્‍પો લઈને આવ્‍યો હતો, જેની પાસે લાકડા માટે કોઈપણ જાતના પાસ પરમીટ ન હતા. વનવિભાગની ટીમે ટેમ્‍પોચાલક અને લાકડા ભરેલ ટેમ્‍પોનો કબ્‍જો લઈ આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર દ્વારા આઈ.એફ.એ. 1927, 41(2બી) ફોરેસ્‍ટ રૂલ્‍સ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વધાવવા આજે થનગની રહેલું સમગ્ર નરોલી ગામ

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment