Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18
દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો મોબાઈલ શોધીને 10 મીનિટમાંજ પરત આપી ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.
દીવમાં રજાના દિવસો તથા શનિ-રવિના રોજ દીવમાં પર્યટકોનો ઘસારો જોવા મળ્‍યો હતો. હાલ મકરસંક્રાંતિની રજા હતી. તેથી દીવમાં રજાની મજા માણવા લોકો દીવ આવી પહોંચ્‍યા હતા. તે દરમિયાન દીવના બસ સ્‍ટેન્‍ડમાં અમરેલીના રહેવાસી પરીબેન કેતન ધામતનો સેમસંગનો સ્‍માર્ટ મોબાઈલ 30 હજારની કિંમતનો ગુમ થઈ ગયો હતો. જેની ફરીયાદ દીવ પુલ પાસે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ જયપ્રકાશ યાદવને કરી હતી.
ફરીયાદ સાંભળતા જ પી.સી. કિશોર પાચા, મનિષ પટેલ, દિવ્‍યેશ પટેલ, એલપીસી શોભા, આઈઆરબીએન નરેન્‍દ્ર સોલંકી, એલ.એચ.જી નેહા જેઠવા વગેરે દ્વારા મોબાઈલની શોધખોળ કરતા દશ મિનિટની અંદર મોબાઈલ શોધીને પરત આપતા પરિબેને તમામ પોલીસકર્મીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને પ્રશસાં કરી હતી.

Related posts

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

Leave a Comment