Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણના ક્રિકેટ ખેલાડી શ્રી ઉમંગના ટંડેલના કોચ શ્રી ભગુ પટેલના જણાવ્‍યા પ્રમાણે સૈયદ અલી ટી-20 નોક આઉટ મેચમાં ગુજરાતની સિનિયર ટીમ ઉત્તર પ્રદેશ સામે હારી ગયા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને બે ખેલાડીઓને ઓલ ઈન્‍ડિયા આંતર રાજ્‍ય અંડર-23માં એક દિવસીય મેચમાં ફક્‍ત લીગ સ્‍પર્ધા માટે ટીમમાં સામેલ કર્યા છે. જેમાં સંઘપ્રદેશ દમણના શ્રી ઉમંગ ટંડેલની પણ પસંદગી કરવામાં આવી છે.
શ્રી ઉમંગ ટંડેલના કોચ શ્રી ભગુ પટેલે જણાવ્‍યું છે કે ઉમંગ ખૂબ જ સારો ઓલરાઉન્‍ડર ખેલાડી છે જેને તક મળતાં સારૂં પ્રદર્શન કરશે અને હું માનું છું કે ગુજરાતની ટીમને વિજય તરફ દોરી જશે.
આ અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રમત ગમત સચિવ ડો. અરુણ ટી, રમત ગમત નિયામક શ્રી અરુણ ગુપ્તા, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા રમત ગમત સંગઠક શ્રી દેવરાજ સિંહ અને ક્રિકેટ કોચ શ્રી ભગુ પટેલનેઅભિનંદન આપ્‍યા હતા.

Related posts

દેશ સહિત દાનહ અને દમણ-દીવમાં પણ પરિવારવાદી-વ્‍યક્‍તિલક્ષી રાજનીતિને મળી રહેલો જાકારો

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી

vartmanpravah

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment