નરોલીના મુખ્ય માર્ગોથી લઈ અદ્યતન આલીશાન પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળાના નિર્માણના શિલ્પી પ્રશાસકશ્રીનું ઋણ ચુકવવા નરોલી ગામનો થનગનાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.18 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને વધાવવા માટે આખું નરોલી ગામ થનગની રહ્યું છે. નરોલીના રસ્તાથી લઈ લગભગ દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પ્રદેશ પ્રશાસનનો સિંહફાળો રહ્યો છે. જેમાં નરોલીની ખખડધજ બનેલી પ્રાથમિક શાળાના સ્થાને અદ્યતન અને આલીશાન બનાવેલી પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળાથી નરોલી ગામની શોભા પણ વધી છે. નરોલી ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અણમોલ ભેટ આપનાર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને વધાવવા માટે સમગ્ર નરોલી પંચાયત અધીરી બની છે.