October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

વલસાડ અને ધરમપુરની ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા લોકોએ લીધો રાહતનો દમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: વલસાડ તાલુકાના દુલસાડ ગામેથી સુકુ ઘાસ ભરી આઈસર ટેમ્‍પો નંબર જીજે 15 યુયુ 8751 પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વીજ તાર અડી જતા તારમાંથી ઉડેલા તણખા ને લઈ સુકું ઘાસ ભરેલા ટેમ્‍પામાં અચાનક આગ લાગી ગઈ હતી. આ આગને લઈ રસ્‍તા પરથી પસાર થતા તથા આજુબાજુ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ટેમ્‍પામાં આગ લાગી હોવાનું ટેમ્‍પા ચાલકને જાણ થતા કોઈને નુકસાન ન થાય તેની કાળજી રાખી તેણે તાત્‍કાલિક ટેમ્‍પાને દુલસાડ ગામના સિંધી ફળિયામાં ખાલી જગ્‍યામાં રોડની સાઈડે ટેમ્‍પો ઉભો રાખી આગ અંગે વલસાડ અને ધરમપુર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટરોની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા સ્‍થાનિકોએ હાશકારો લીધો હતો. આગની ઘટનાની જાણ વલસાડરૂરલ પોલીસને થતા તેઓ પણ સ્‍થળ પર દોડી ગઈ હતી. આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવા પામી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

Leave a Comment