October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર હંગામી કામ ચલાઉ એસ.ટી. ડેપોની તૈયારી પુરજોશમાં

હાઈવે જુની આર.ટી.ઓ. ઓફિસ કમ્‍પાઉન્‍ડમાં એસ.ટી. ડેપોની કામગીરી ચાલી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ તોડી પાડીને નવિન પુલ બનાવવાની કામગીરીના ચક્રો ગતિમાન થઈ ચુક્‍યા છે તે સંદર્ભે વાપી એસ.ટી. ડેપોનું પણ કામ ચલાઉ સ્‍થળાંતર કરવાની નોબત ઉભી થઈ છે ત્‍યારે વહિવટી તંત્ર દ્વારા વાપી નેશનલ હાઈવે જુની આર.ટી.ઓ. કચેરીની જગ્‍યામાં કામ ચલાઉ એસ.ટી. ડેપો બનાવવાની કામગીરી પુરજોશમાં આરંભી દીધી છે.
વાપીમાં આગામી દોઢ-બે વર્ષમાં રેલવે ફલાય ઓવરબ્રિજ નવિનબનાવાનો હોવાથી ઘણી બધી ઉથલ-પાથલ સર્જાવાની ચાલુ થઈ જશે. કારણ કે વાપીના ટ્રાફિક હાર્ટલાઈન સમો રેલવેનો પુલ ધ્‍વંશ થવાનો હોવાથી મોટી સમસ્‍યા પૂર્વથી પશ્ચિમ ટ્રાફિક અવર-જવરની ઉભી થવાની જ છે. તે માટે વૈકલ્‍પિક ધોરણે ટ્રાફિક નિયંત્રિત કરવાના માર્ગોની ગોઠવણી કરી છે પરંતુ એ ખુબ કષ્‍ટદાયક અને અસુવિધાજનક સાબિત થનાર છે. તેવી જ સીધી આડઅસર વાપી એસ.ટી. ડેપો થકી ઉભી થનારી છે. ડેપોનું કામ ચલાઉ સ્‍થળાંતર હાઈવે જુની આર.ટી.ઓ. કચેરી ખાતે થનાર છે તેથી હાઈવે સર્વિસ રોડો પણ જામ થશે એ નક્કી છે. પરંતુ ઉભી થનાર પરિસ્‍થિતિનો બે વર્ષ સુધી સામનો કરવા સિવાય વાપી વાસીઓને છુટકો નથી.

Related posts

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

પોતાના આદરણિય અને પ્રિય નેતા ભાજપપ્રભારી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસની દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે સેવા સાધના સાથે કરેલી ઉજવણી

vartmanpravah

નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય તથા સ્‍નાનાગૃહનો દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ કરાવેલો આરંભ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment