February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩” અંતર્ગત લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સરીગામનાં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન યોજાયું હતું.
લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સરીગામ ખાતે તારીખ ૧૬મે ના રોજ આઈડિયા ફેસ્ટ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિગ્રી, ડિપ્લોમા, અને દરેક એન્જીનીયરીંગના ૩૦૦થી વધુ વિધાર્થીઓએ વિવિધ અને વિશેષ આઈડિયા સાથે અલગ અલગ ગૃપમાં ૧૦૦થી વધુ પ્રોજેક્ટ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ ડો. ગંગાધર હુગાર (ડાયરેક્ટર, એલ.આઈ.એમ.), શ્રી જોય સરદાર (આચાર્ય, એલ.જી.એસ), મેનેજમેન્ટના પ્રતિનિધિ શ્રી આર. એન ગોહિલ, ડો બસાવરજ પાટીલ (ડાયરેક્ટર, એલ.આઈ.ટી.) તેમજ કોલેજના પ્રત્યેક ડીપાર્ટમેન્ટ હેડ્સે હાજર રહી પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું.
બે વિભાગમાં વિભાજિત પ્રદર્શનમાં કન્સેપ્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશનના ૫૦ તેમજ આઈડિયા એન્ડ ઇનોવેસનના ૫૨ જેટલા પ્રોજેક્ટ રજુ થયા હતા. પ્રોજેક્ટ સંદર્ભે વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના કન્સેપ્ટ રજુ કરવામાં આવેલ જેમાં સોફ્ટવેર, હાર્ડવેર, મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઇલને લગતા વિવિધ ક્ષેત્રને લગતા પ્રોજેક્ટસ જોવા મળ્યા હતા. સમાજના વિવિધ ક્ષેત્રે જેવા કે, શિક્ષણ, ખેતી, મેડિસિન, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાફિક, અકસ્માત, વગેરે માટે સમાજ ઉપયોગી તેમજ આધુનિક તકનીકનો મહત્તમ ઉપયોગ કરી કાર્યને સરળ કરી શકાય તેવા ઉત્કૃષ્ટ વિચારો રજુ કરવામાં આવેલ હતા.
જેને ઉપલક્ષે પસંદગી પ્રક્રિયા માટે ‘આઈડિયા’, ‘ઇમ્પ્લિમેન્ટેશન’, ‘સોશ્યિલ ઈમ્પૅક્ટ’, ‘યુટીલાઇઝેશન ઓફ મોડર્ન ટેક્નોલોજી’, ‘ક્રિએટિવિટી- ઇનોવેસન’, તેમજ ‘ટીમવર્ક’ વગેરેને અનુલક્ષી અનુક્રમે “એઆર બેઇઝડ ટ્રાય ઓન” (ડિગ્રી આઈ.ટી.), “ઇલેક્ટ્રિક મૉટૉરાઇઝડ રોલર સ્કેટ શૂઝ” (ડિપ્લોમા ઈલેકટ્રીક ), “એ બેલ્ટ ફોર બ્લાઇન્ડ પરસન” (ડિગ્રી ઈલેક્ટ્રીકલ),ચેટબોટ (ડિગ્રી કોપ્યુટર સાયન્સ), “રિયુઝ ઓફ પ્લાસ્ટિક ફોર પેવર બ્લોક” (ડિગ્રી સિવિલ), “મલ્ટીફંન્કશનલ લેડર” (ડિગ્રી મિકેનિકલ) શ્રેષ્ઠ પ્રોજેક્ટની શ્રેણી માટે વિજેતા જાહેર કરાયા હતા.

Related posts

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્‍યા અને તબીબે 1.80 લાખ આપ્‍યા

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

Leave a Comment