October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.22: આજરોજ મરાઠી પ્રાથમિક શાળા મારુતિ નગર વેજલપુર ખાતે બેન્‍ક ઓફ બરોડા સયાજી રોડ બ્રાન્‍ચ દ્વારા ચિત્રકલા પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેવ ટ્રી પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત અને સર્વ ધર્મ સમભાવ વિષય પર ચિત્રકલા સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શાળાના લગભગ 250 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જે બધા જ વિદ્યાર્થીઓને બેન્‍ક ઓફ બરોડા સયાજી રોડબ્રાન્‍ચ દ્વારા ચિત્રકલા માટે લાગતું સાહિત્‍ય આપવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું હતું. ચિત્ર માટે પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંકના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધા પ્રસંગે શ્રી અમર સાવ વરિષ્‍ઠ પ્રબંધક બેન્‍ક ઓફ બરોડા અંચલ, બેન્‍ક ઓફ બરોડા નવસારીના વરિષ્ઠ પ્રબંધક પોમિલા ગોયત, સયાજી રોડ બ્રાન્‍ચના બ્રાન્‍ચ મેનેજર શ્રી પ્રિન્‍સી કથુરીયા તથા શ્રી હિતેશ ભાવસાર ઉપસ્‍થિત રહ્યા હતા. જેમને વિદ્યાર્થીઓને અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્‍યું હતું. સમગ્ર વિદ્યાર્થીઓએ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી બેંક ઓફ બરોડા સયાજી રોડ બ્રાન્‍ચ દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ માટે સતત પ્રવૃત્તિશીલ રહી છે, અગાઉ પણ બેંક ઓફ બરોડા સયાજી રોડ બ્રાન્‍ચ દ્વારા મરાઠી શાળાને 13 પંખાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. શાળાના આચાર્યશ્રી લલિત નિકમ દ્વારા આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ : પદો માટે લોબીંગ શરૂ

vartmanpravah

બિહાર મુખ્‍યમંત્રી નિતીશકુમારની ડર્ટી સ્‍પીચના પડઘા વલસાડમાં પડયા : ભાજપે પુતળા દહન કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

vartmanpravah

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment