September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10
હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા.
સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી.
સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી.
ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા.
શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

Related posts

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

vartmanpravah

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment