July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
દાદરા નગર હવેલી યુવા કોંગ્રેસ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં દિલ્‍હીથી આવેલ પદાધિકારીઓએ જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં યુવા કોંગ્રેસના પ્રદેશ, જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું પુનર્ગઠન કરવામાં આવશે. આની સાથે એમણે ચૂંટણી અને મેમ્‍બરશીપ ડ્રાઈવ વિશે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં યુથ કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું કે 17 જુલાઈથી 23 જુલાઈ સુધી નોમિનેશન થશે. 1 ઓગસ્‍ટથી 30 ઓગસ્‍ટ સુધી મેમ્‍બરશીપ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં 18થી 35 વર્ષના યુવક-યુવતીઓ સદસ્‍યતા ગ્રહણ કરી અધ્‍યક્ષ સહીત પાંચ મોટા પદોની દાવેદારી સાથે ચૂંટણી લડી શકે છે. આ અવસરે દિલ્‍હીના પદાધિકારીઓ સહિત પ્‍રદેશના પદાધિકારીઓઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment