Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

તંત્ર દ્વારા કોવિડ-19 પ્રિકોશન ડૉઝ લેવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ભારત સરકાર અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને કોવિડ-19ની સંભવિત કોરોનાની લહેર અંતર્ગત તા.22-12-2022નાં રોજ બેઠક મળી હતી. બેઠકમાં તકેદારીની તૈયારીઓનાં ભાગરૂપે જરૂરી પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝની કામગીરી વધારવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્‍યો હતો. PSA પ્‍લાન્‍ટની મોકડ્રીલ, RT- PCR ટેસ્‍ટિંગ વધારવા તથા સરકારી તેમજ ખાનગી હોસ્‍પિટલો તથા સરકારી આરોગ્‍ય સંસ્‍થાઓ ખાતે કોવિડ-19ને લગતી દવાઓનો જથ્‍થો, કોવિડ વોર્ડ અને જરૂરી સાધનસામગ્રી સાથે એલર્ટ રહેવા સુચના અપવામાં આવી હતી. બેઠક દ્વારા આવનારી સંભવત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્‍યું છે.
હાલમાં વિશ્વમાં અન્‍ય દેશો જેવા કે ચીન, જાપાન, અમેરિકા, કોરિયા,બ્રાઝિલમાં કોવિડ-19નાં નવા વેરિઅન્‍ટના કેસોમાં અચાનક જ વધારો જોવા મળ્‍યો છે ત્‍યારે કોરોના એનું સ્‍વરૂપ ગમે ત્‍યારે બદલી શકે છે. વલસાડ જિલ્લામાં 18 વર્ષથી વધુ વયનાં 5,20,493 લોકોએ પ્રિકોશન (બુેસ્‍ટર) ડોઝ લઈ કોરોના સામે લડવા સક્ષમ અને સુરક્ષીત બન્‍યા છે. જ્‍યારે હજુ પણ બીજા ડોઝ લીધેલ અંદાજીત 60% લોકો પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝથી વંચિત છે. જેઓ નજીકનાં હેલ્‍થ સેન્‍ટર ખાતે જઈ વિનામૂલ્‍યે પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝ મેળવી શકે છે.
વલસાડ જિલ્લામાં કોરોનાની સંભવિત નવી લહેરની સામે લડવા માટે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્‍તપણે પાલન થાય તેની જનજાગૃતિ ઉપરાંત કોરોના વેકસીનનો વધુમાં વધુ લોકો લાભ લઈ સુરક્ષિત બને એ બાબત પર ધ્‍યાન કેન્‍દ્રિત ક2વાની સૌથી વધુ આવશ્‍યકતા છે. પ્રથમ, બીજો તથા પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝનાં બાકી પાત્રતા ધરાવતા લોકોએ કોવિડ-19 રસીક2ણનો વધુમાં વધુ લાભ લઈ પોતે, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત ક2વા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને ઈન્‍ચાર્જ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ વિપુલ ગામીત દ્વારા અપીલ કરવામાં આવી છે.
જિલ્લામાં અશક્‍તો અને વયોવૃધ્‍ધ વ્‍યક્‍તિઓને આરોગ્‍ય વિભાગ દ્વારા ઘરે જ કોવિડ-19 2સીકરણની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.કોવિડ-19 2સીકરણ અંગેની વધુ માહિતી માટે જિલ્લા આરોગ્‍ય વિભાગ, કંટ્રોલ રૂમ નં. 02632- 253381 ખાતે સંપર્ક કરી મેળવી શકાશે. ઉપરોક્‍ત કોવિડ-19 રસીકરણ કેન્‍દ્રોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની વેબસાઈટ https://valsaddp.gujarat.gov.in/ નાં કોવિડ-19 વિભાગમાં દૈનિક ધોરણે ઉપલબ્‍ધ કરવામાં આવે છે.

Related posts

‘‘ભીડેવાડા બોલલા” – ભારતની પ્રથમ મહિલા સ્‍કૂલ સેલવાસના કવિ આનંદ ઢાલેને આંતરરાષ્‍ટ્રીય કાવ્‍યલેખન સ્‍પર્ધામાં મળેલું ઉત્‍સાહવર્ધક પારિતોષિક

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શિક્ષકો માટે મસાટ સરકારી વિદ્યાલયમાં ઈનોવેશન ફેરનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment