July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નોન ફાયર, કુકિંગ કાર્ડ મેકિંગ અને રેમ્‍પ વોક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાઓમાં વિદ્યાર્થીઓના પિતાઓએ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

નોન ફાયરકુકિંગમાં 48 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો અને કાર્ડ મેકિંગમાં 29 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. જ્‍યારે 38 સ્‍પર્ધકોએ રેમ્‍પ વોકમાં ભાગ લીધો હતો. આ તમામ પ્રવૃતિ દરમિયાન તમામ વાલીઓએ ખૂબ જ મજા કરી હતી અને તેઓએ ખૂબ જ આનંદ લીધો હતો. સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજીએ આ પ્રસંગે વર્તમાન સમયમાં લુપ્ત થઈ રહેલા ભારતીય પારિવારિક જીવન અને ભારતીય સંસ્‍કાર, સંસ્‍કળતિ અને તેને ટકાવી રાખવા આપણી ફરજ ઉપર સુંદર પ્રવચન આપ્‍યું હતું. તેમણે નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરયેલા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. સાથે શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. તેમણે વાલીઓને બાળકોની અને વાલીપણાની કાળજી લેવાનું પણ શીખવ્‍યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં પૂર્વ પ્રાથમિક આચાર્ય નીતુ સિંઘ અને તેમના શિક્ષકોનો સંપૂર્ણ સહકાર હતો, તેમની સાથે સંસ્‍થાના ટ્રસ્‍ટી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, શ્રી મનસુખભાઈ ગોંડલીયા, શ્રીમતી યોગીનીબેન તથા ડાયરેક્‍ટર શ્રી શૈલેષ લુહાર અને શ્રી હિતેન ઉપાધ્‍યાય અને તમામ વિભાગના આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી દક્ષાબેન પટેલ, શ્રી સચિન નાયરખેડે પણ હાજરી આપી હતી.આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકો અને પિતાવચ્‍ચે સમન્‍વય સ્‍થાપિત કરવાનો અને બાળકોને આપણી પ્રાચીન સંસ્‍કળતિ માતૃ દેવો ભવ પિત્ર દેવો ભવથી વાકેફ કરવાનો હતો.

Related posts

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યકરો સાથે કરેલી ચૂંટણી સભા

vartmanpravah

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

vartmanpravah

Leave a Comment