કોમોફેક્સ કંપનીમાં મળસ્કે આગ લાગી 8 જેટલા ફાયર ફાયટર
ઘટના સ્થળે ધસી ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી જીઆઈડીસીના થર્ડફેઝ વિસ્તાર સ્થિત વાઈપર બનાવતી કંપનીમાં આજે સોમવારે મળસ્કે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
વાપી જીઆઈડીસી થર્ડફેઝ પ્લોટ નં.એ-1709 માં કાર્યરત કોમોફેક્સ નામની કંપનીમાં મળસ્કે ભિષણ આગ લાગી હતી. આગની જાણ નોટિફાઈડ ફાયર, પાલિકા પાયર તથા વિવિધ કંપનીઓના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવતા 8 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આગ વિકરાળ હતી. ધુવાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયાહતા. વાઈપર બનાવતી કંપનીમાં લાગેલી આગનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ કરવાની કોશીશ જારી રાખી હતી. આગમાં અન્ય કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સ્થાનિક વિસ્તાર સરીગામ, ઉમરગામ, દમણની ઔદ્યોગિક વસાહતોમાં આગના બનાવ નોંધાયા છે.
આજે વધુ એક આગ વાપીમાં લાગી હતી. આગની ઘટનાઓમાં કંપનીઓની સુરક્ષા અંગેની ક્ષતિઓ ચાડી ખાતી નજરાઈ છે તેથી એક પછી એક આગના બનાવો બની રહ્યા છે.