October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

જૈનોના મહાતીર્થ સમેદ શિખરજીને પર્યટન સ્‍થળ જાહેર કરવાનો વટહુકમ પરત લેવા અને મહાતીર્થ (શેત્રુંજય)ને અસામાજિક તત્‍વોથી બચાવવાની માંગ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: સમગ્ર જૈન સંઘ ચીખલી દ્વારા મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે, ઝારખંડ રાજ્‍યમાં જૈન મહાતીર્થ શ્રી સંમેદ શિખરજી જે જૈનોનું મહાતીર્થ સ્‍થાન છે. આ તીર્થ સ્‍થાન ઉપર જૈન ધર્મના 20-તીર્થકરો નિવાણ થઈ ચૂકયા છે. આ પાવનભૂમિ જૈન ધર્મના અનુયાયીનું શ્રદ્ધા અને આસ્‍થાનું મુખ્‍ય કેન્‍દ્ર છે. અત્‍યારની હાલની સરકારે આ મહાતીર્થને પર્યટન સ્‍થળ ઘોષિત કરેલ છે, પર્યટન સ્‍થળ બનવાથી હોટલ ખુલશેલોકો ફરવા જશે, ત્‍યાં માસ અને દારૂનું સેવન થશે. જેમાં તીર્થની પવિત્રતા નાશ થઈ જશે. બધા જૈન ધર્મના અનુયાયી સાધુ સાધ્‍વી ભગવંત ઝારખંડ સરકારના આદેશનો આખા ભારત દેશમાં વિરોધ કરે છે અને ધાર્મિક પર્યટન સૂચિમાંથી બહાર કરવાની માંગ કરે છે, તીર્થરાજની સ્‍વતંત્ર ઓળખાણ અને પવિત્રતા ખતમ કરવાવાળી ઝારખંડ સરકારની માનસિકતા ઉપર કેન્‍દ્ર વન મંત્રાલય દ્વારા જાહેર કરેલ પરિપત્ર તાત્‍કાલિક રદ કરવાની પણ વિનંતી કરાય છે.
શ્રી સમેદશીખરજી જૈન સમાજનું પવિત્ર સ્‍થળ છે અને પર્યટન સ્‍થળ ઘોષિત કરી નહીં શકાય તેવી માંગ કરી જૈનોના પાણીતણા તીર્થમાં અસામાજિક તત્‍વો દ્વારા થઈ રહેલ તોડફોડની અપ્રિય ઘટનામાં પણ ચીખલી સમગ્ર જૈન સંઘ દ્વારા વિરોધ નોંધાવાયો છે.
જૈન સંઘ દ્વારા જૈન દેરાસર થી તાલુકા સેવાસદનમાં રેલી આકારે જઈ મામલતદાર રોશનીબેન પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

સામરવરણી ગ્રામ પંયાયતે ગંદકી ફેલાવનારાઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીઃ પંચાચત સેક્રેટરીએ બે ચાલીઓના 18 રૂમોનું વિજ જોડાણ કાપતા ફફડાટ

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

Leave a Comment