October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ બનવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઈ-કેવાયસી કરવું ફરજીયાત છે. ખેડૂતો વધુ સરળતાથી ઈ-કેવાયસી કરી શકે અને પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા 29 ડિસેમ્‍બરના ગુરુવારે સવારે 10:30 વાગ્‍યાથી ખેડૂત તાલીમ કેન્‍દ્ર ડોકમરડી, એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજની બાજુમાં, સેલવાસ ખાતે ઈ-કેવાયસી કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તેથી દરેક ખેડૂત ભાઈ-બહેનોને આ શિબિરનો લાભ લેવા જણાવાયું છે.

Related posts

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

vartmanpravah

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment