(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.14 : આજે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલ અને પૂર્વ અધ્યક્ષ શ્રી આર.કે.કુંદનાનીના નેતૃત્વમાં દમણ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાની મુલાકાત કરી તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી શરદ પુરોહિત, કોષાધ્યક્ષ શ્રી આર.કે.શુક્લા, શ્રી પી.કે.સિંઘ, શ્રી જીતેન્દ્ર ગોદરા, શ્રી વિનિત વર્ગો તથા શ્રી કાનજીભાઈ ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ ઉદ્યોગોને પોતાનાથી થતી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.