December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

એલ.સી.બી.એ ફરિયાદ બાદ ગેંગનો એક આરોપી યુસુફ ઉર્ફે ચાચા સતારામ મેમણ મહુવાની ધરપકડ કરી 37 લાખ રિકવર કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: લોભીયા હોય ત્‍યાં ધુતારા ભુખે ના મરે એ યુક્‍તિ ધરમપુરમાં સાબિત થઈ છે. સોનાના બિસ્‍કીટ રસ્‍તા પર લેવાની લાલચમાં ધરમપુરના બંગલામાં મીટિંગ ગોઠવાયેલી હતી ત્‍યાં ગાંધીનગરની ડુપ્‍લીકેટ પોલીસ ત્રટકી અને રોકડા 37 લાખ અને સોનાના બિસ્‍કીટ લઈ ફરાર થઈ ગઈ હતી. બાદમાં ચીખલી હાઈવે ઉપર હોટલ પાસે 2 લાખ કેસ પતાવવાના રોકડ લઈ ગેંગ રફુતૉચકક્ર થઈ હતી. ભોગ બનેલાઓએ ધરમપુર પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવ્‍યા બાદ એલ.સી.બી.એ. ગુનાનો ભેદ ઉકેલી રોકડા રૂા.37 લાખ સાથે ગેંગના આરોપીને દબોચી લીધો છે.
ઘટનાની પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત મળેલ વિગતો મુજબ વાપી ખોજા સોસાયટીમાં રહેતા અમીન અકબર લાખાણીને બે માસ પહેલાં દમણના મિત્ર રાજુએ રસ્‍તામાં સોનાના બિસ્‍કીટઆપવાનું કહી વિશ્વાસમાં લઈ બાદમાં સોહિલ હિરાનીએ ઓળખીતા આરીફ ઉર્ફે રાજુ તથા યુનુસ ઉર્ફે યુસુફ ચાચાને પ્રવિણ છગન સાથે મીટિંગ કરાવી હતી. તેમાં સોનાની ખરી બિસ્‍કીટ બતાવેલી તેથી અમીન લાખાણી સાથે ગત તા.17 ડિસેમ્‍બરે સોહિલ આરીફ, વિજય બારસોલ ધરમપુરમાં રહેતા પ્રવિણ છગનના બંગલામાં બેઠક કરી હતી. અમીન લાખાણી રોકડા રૂપિયા 37 લાખ લાવેલો હતો તે દરમિયાન એક મહિલા સહિત છ ઈસમો ગાંધીનગરની ડુપ્‍લીકેટ પોલીસ બની ત્રાટક્‍યા હતા અને ધાક આપી રોકડા 37 લાખ સોનુ લઈ કારમાં ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર અમીન લાખાણીએ 23 ડિસેમ્‍બરે ધરમપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એલ.સી.બી.એ ગણતરીના દિવસોમાં લૂંટારુ ગેંગના એક આરોપી યુસુફ ઉર્ફે ચાચા અત્તારામ મેમણ રહે.મહુવા ભાવનગરને દબોચી લઈને રૂા.37 લાખ રોકડા પોલીસે રિકવર કર્યા છે. અન્‍ય આરોપી આરીફ ઉર્ફે રાજુ, પ્રવિણ છગન, વિજયભાઈ, ઈશ્વરભાઈ અને એક મહિલાની શોધ ચાલુ છે. ઝડપાયેલ આરોપી છ ગુનામાં પકડાયેલો છે. ધરમપુર, વાંસદા, વલસાડ રૂરલમાં આરોપીના ગુના નોંધાયેલા છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) શાળાનું ધો.૧૦નું પરિણામ

vartmanpravah

રખોલી મેઈન રોડ પર મોપેડને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

વાપી ચલામાં રમઝટ ગૃપ રાસ ગરબાનો આયોજક રામકુમાર દવે 18 લાખનો ચુનો લગાવી ફરાર

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment