Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

સંઘપ્રદેશ તીરંદાજી સંઘ દ્વારા રખોલી પંચાયતમાં રમત મહોત્‍સવ-2022નું કરાયેલું આયોજનઃ પ્રમુખ સની ભીમરા અને તીરંદાજીના કોચ વિજેન્‍દ્ર નરોલીયાએ આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.26 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ તીરંદાજી સંઘ દ્વારા પેટ્રન શ્રી દિપક પ્રધાન, પ્રમુખ શ્રી સની ભીમરા અને મહાસચિવ અને તીરંદાજીના કોચ શ્રી વિજેન્‍દ્ર નરોલીયાની ઉપસ્‍થિતિમાં રખોલી પંચાયત ખાતે રમત મહોત્‍સવ-2022નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રમત મહોત્‍સવમાં રખોલી પંચાયતે પણ ભાગ લીધો હતો. રમત મહોત્‍સવમાં એસોસિએશનના તીરંદાજોએ પોતાની પ્રતિભાનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી તેઓનું કૌવત ઝળકાવ્‍યું હતું. અહીં ઉપસ્‍થિત તમામે તીરંદાજી રમતને પ્રોત્‍સાહન આપવા ખાસ જોર આપ્‍યું હતું. આ રમત મહોત્‍સવમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહી તીરંદાજોનો હોંશલો વધાર્યો હતો.
આ પ્રસંગે તીરંદાજી એસોસિએશનના પેટ્રન અને દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાને જાહેરાત કરી હતી કે, રખોલી પંચાયત આગામી જાન્‍યુઆરી- 2023ના પહેલા સપ્તાહથી તીરંદાજી વર્ગ શરૂ કરનાર પહેલી પંચાયત બનશે અને ઈચ્‍છુક લોકોએ રખોલી પંચાયતના સચિવશ્રીને અરજી આપવા અપીલ કરી હતી.
ઉપસ્‍થિત એસોસિએશનના પ્રમુખ શ્રી સની ભીમરાએ જણાવ્‍યું હતું કે, વર્ષ 2023ના જાન્‍યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં તીરંદાજી સંઘ સેલવાસ દ્વારા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવશે અને ‘ખેલો ઈન્‍ડિયા’ અને અન્‍ય રાજ્‍ય અને રાષ્ટ્રીય સ્‍તરની સ્‍પર્ધાઓ માટે સર્વશ્રેેષ્‍ઠ તીરંદાજોનીપસંદગી હેતુ તાલીમ આપવામાં આવશે.
આ પ્રસંગે એસોસિએશનના મહાસચિવ અને કોચ શ્રી વિજેન્‍દ્ર નરોલીયાએ જણાવ્‍યું હતું કે તીરંદાજી એસોસિએશન દાનહની વિવિધ પંચાયતોમાં વર્ગોની શરૂઆત વહેલી તકે કરવામાં આવશે.
આ અવસરે આંબોલી વિભાગના જિલ્લા પંચાયતના સભ્‍ય દીપકભાઈ પટેલ, રખોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રમતી ચંદનબેન પટેલ, ઉપ સરપંચ શ્રી વિજયભાઈ પટેલ સહિત તીરંદાજી સંઘના સભ્‍યો અને રમતપ્રેમીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નજીકના નાની તંબાડી ગામે કાર અડફેટે બાઈક આવી જતાં એકનું મોત : એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ધરમપુર તાલુકામાં 2.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો : જિલ્લામાં ફરીવાર ભૂકંપનોઆંચકો

vartmanpravah

વાપીની ફાઈનાન્‍સ કંપનીને ગેરમાર્ગે દોરવા કાર માલિક ખોટી નંબર પ્‍લેટ લગાવી કાર ફેરવતો ઝડપાયો

vartmanpravah

Leave a Comment