July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ પોક્‍સોએક્‍ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ હાટ બજારમાં દુકાન ચલાવતા પરિવારની 13 વર્ષીય દીકરી પાસે હાટ બજારમાં જ કપડાં વેચવાનો વ્‍યવસાય કરનાર ચાંદબાબુ શાહ મહંમદ સિદ્દીકી (રહે.થાલા, તા.ચીખલી) એ મોબાઈલ નંબર અને ઈન્‍સ્‍ટાગ્રામના આઈડીની માંગણી કરતા સગીરાએ આપ્‍યા ન હતા. પરંતુ ત્‍યારબાદ તેણે ફોન કરી મારી સાથે વાત કરજે અને હું કહું ત્‍યાં તું મને મળવા આવજે અને જો તું ના પાડશે તો હું તારા મમ્‍મી પપ્‍પાને મારી નાંખીશ તેવી ધમકી આપતા સગીરાએ ડરી જઈ ફોન અને ઈન્‍સ્‍ટાગ્રામ પર વાત કરતી હતી. પરંતુ અવાર નવાર ફોન કરી હેરાન પરેશાન કરી મળવાની વાત કરી અને વાત ન કરે તો મમ્‍મી પપ્‍પાને મારી નાંખવાની ધમકી આપતા કંટાળી જઈ સગીરાએ માતા પિતાને જાણ કરતા તેણીના પિતાએ ફરિયાદ આપતા પોલીસે ચાંદબાબુ શાહમહમદ સિદ્દીકી (રહે.થાલા, તા.ચીખલી) વિરૂધ્‍ધ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અંગેના અધિનિયમની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ શ્રી કે.જે.ચૌધરી હાથ ધરી ધરપકડનો ચક્રો ગતિમાન કર્યા હતા.

Related posts

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

Leave a Comment