April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોની ચકાસણીમાં 5 એકમોને નોટીસ ફટકારાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્‍યાઓની ફરજીયાત જાણ), 1959 હેઠળની જાહેર ક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, માન્‍ય નિગમ-બોર્ડ, બેંક, ખાનગી ક્ષેત્રની કંપની, ફેકટરી, કોન્‍ટ્રાકટર, શૈક્ષણિક સંસ્‍થા, હોટલ, હોસ્‍પિટલ અને અન્‍ય તમામ એકમો જે કાયદા હેઠળ આવતા હોય તેવા કુલ 182 નોકરીદાતાઓને ત્‍યાં વર્ષ 2022-23ના સમયગાળા દરમ્‍યાન દફતર ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી કાયદાના ભંગ બદલ કુલ 41 નોકરીદાતાઓને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. જેઓના જવાબ સંતોષકારક ન મળતા કુલ 5 નોકરીદાતાઓને તાકીદપત્ર આપવામાં આવ્‍યા છે. કાયદાના ચુસ્‍ત પાલન માટે અને રોજગારવાંછુઓને રોજગારી મળી રહે માટે રોજગારકચેરી દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે એવું રોજગાર અધિકારી (જનરલ) પારૂલ એલ.પટેલે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

વાપીમાં જાહેરનામાનો ભંગ કરનારા રીક્ષાચાલકો દંડાયા

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

Leave a Comment