January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05: થાલા ગામે હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે હુમલો કરતા વિનલ પટેલનું મોત નીપજ્‍યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું હતું.
ચીખલી કોલેજ સર્કલ થાલા નહેર પાસેસોમવારની રાત્રીના સમયે નિવૃત પોલીસ કર્મચારીના પુત્ર વિનલ છીભુભાઈ પટેલ (ઉ.વ.40) (રહે.શિવેચ્‍છા સોસાયટી થાલા તા.ચીખલી) ઉપર હુમલો કરી મોત નિપજાવવાના આ હત્‍યાના આરોપી વિશેષ હસમુખભાઈ કો.પટેલ (ઉ.વ-24) (રહે.ખૂંધ પોકડાં તા.ચીખલી), જીગ્નેશ જીવણભાઈ પરમાર (ઉ.વ-19) તથા રાહુલ પાચાભાઈ રબારી (ઉ.વ-21) (રહે.ખુડવેલ ચોકડી તા.ચીખલી)ની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્‍ડ મેળવી પોલીસ હાલે તપાસ કરી રહી છે.
રિમાન્‍ડના બીજા દિવસે પોલીસ તપાસમાં આરોપી વશિષની બહેન થોડા દિવસ પૂર્વે જ ગામના યુવાન વિશાલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેમાં મૃતક યુવાન વિનલ પટેલે મદદ કરી હોવાની અદાવત રાખી વશિષે તેના બે મિત્રો સાથે વિનલ પર લોખંડના પાઈપ જેવા સાધનો વડે હુમલો કરી માર મારતા તેનું મોત નીપજ્‍યું હતું. જોકે સોમવારની રાત્રીએ આરોપીઓ વિશાલ ને મારવા નીકળ્‍યા હતા. પરંતુ તે મળ્‍યો ન હતો. અને બાદમાં વિનલ પટેલ મળી જતા તેના ઉપર ઘાતકી હુમલો કરાયો હતો.
થાલામાં હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા. અને ત્રણ પૈકી વશિષ અને રાહુલ એંધલ ગામની હદમાં હાઈવે પર આવેલ શ્રી ધરા આઈમાતા નામની હોટલની પાછળ પહેરેલા કપડાં સળગાવી દઈ બીજા કપડાં પહેરી બોરીયાચ ટોલનાકાથીઆગળ પહોંચી ત્‍યાંથી પાલનપુર તરફ જતી લકઝરી બસમાં બેસી પાલનપુર પહોંચી ગયા હતા. જ્‍યારે ત્રીજો આરોપી જીગ્નેશ ચીખલી એસટી ડેપો પર પહોંચી ત્‍યાં ટી-શર્ટ બદલી પાણી-પુરી વાળની લારી પર મૂકી જતા આ ટી-શર્ટ પોલીસે કબ્‍જે લીધી હતી. જીગ્નેશ ચીખલીથી સુરત અને સુરતથી અમદાવાદ બસ મારફતે પહોંચી અમદાવાદથી કલોલ પહોંચ્‍યો હતો.
હાલે પોલીસે બે મોટર સાયકલ પણ કબ્‍જે કરી છે. વધુમાં હત્‍યામાં ઉપયોગમાં લેવાયેલ સાધનો એક વાડીમાં ફેંકી દીધા હોય તેનો પણ કબ્‍જો લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્‍યાય, ડીવાયએસપી એસ.કે.રાય ના માર્ગ દર્શન હેઠળ ચીખલી પીઆઈ-કે.જે.ચૌધરી, પીએસઆઈ-સમીર જે.કડીવાલા સહિતના સ્‍ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી બનાવના ગણતરીના દિવસોમાં હત્‍યાનું કારણ પણ બહાર આવી જવા પામ્‍યું છે.
તપાસકર્તા પીઆઈ-કે.જે. ચૌધરીના જણાવ્‍યાનુસાર આરોપી વશિષની બહેને ગામના યુવાન સાથે કરેલા પ્રેમલગ્નમાં મદદ કરી હોવા બાબતની અદાવત રાખી તેના મિત્રો સાથે વિનલ પટેલ પર હુંમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે.

Related posts

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લાના પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા 9 દુકાનદારો દંડાયા

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ અને ડો.મોના શાહ દ્વારા લિખિત બકુલા ઘાસવાલા અનુવાદિત ‘એકાંશ’ પુસ્‍તકનું કરાયેલું વિમોચન 

vartmanpravah

Leave a Comment