March 3, 2026
Vartman Pravah
ગુજરાતદમણપારડી

દમણ વાઈન શોપ બહાર દારૂના નશામાં મારામારી કરી રહેલ બે મહિલાના વિડીયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

પૈસાની આપ-લે માં મારામારી થઈ હોવાનું આવ્‍યું બહાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29 : 31st નો માહોલ ધીમે ધીમે જોર પકડી રહ્યો છે દારૂના શોખીનો યેનકેન પ્રકારે દારૂ મેળવવા બુટલેગરોને ઓર્ડર આપી 31તદ્દ નીઉજવણીની તૈયારી કરી રહ્યા છે તો દર વર્ષની જેમ વલસાડ જિલ્લા પોલીસે પણ દરેક ચેકપોસ્‍ટ પર ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી સઘન ચેકિંગ હાથ ધરી દીધું છે.
આવા માહોલ વચ્‍ચે ગઈકાલે રાત્રે દમણમાં આવેલ એક વાઈન શોપ બહાર દારૂના નશામાં જાહેરમાં એકબીજાના વાળ પકડી મારામારી કરતી બે મહિલાના વિડીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. જોકે આ બંને મહિલા પૈસાની આપ-લે બાબતે ઝઘડતી હોવાનું બહાર આવ્‍યું છે. આ બંને મહિલાના જાહેરમાં મારામારી જોવા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. મારામારી એટલા હદે વધી ગઈ હતી કે આ બંને મહિલાઓએ એકબીજાના સ્‍કૂટરને પણ નુકસાન પહોંચાડ્‍યું હતું. કેટલાક લોકોએ આ મહિલાઓને ઝઘડતી રોકવા પ્રયત્‍ન કર્યા હતા પરંતુ તેઓ સફળ ન થતા આખરે દમણ પોલીસે સ્‍થળ પર આવી આ મહિલાઓને શાંત પાડી મામલો થાળે પાડ્‍યો હતો.

Related posts

યુનિવર્સિટી આયોજિત જુડો ટુર્નામેન્‍ટમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજના ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment