Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

આદિવાસી વિસ્‍તારોમાં મુખ્‍યત્‍વે ભાતનો મુખ્‍ય
ખોરાક તરીકે ઉપયોગ થાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ચાલુ ચોમાસામાં પર્યાપ્ત વરસાદ પ્રથમ રાઉન્‍ડમાં જ પડી જતા ખેડૂતો માટે વાવણી અને રોપણી કરવા માટે માફકસરનો વરસાદ હોવાથી ધરમપુર કપરાડા જેવા વિસ્‍તારોમાં ખેડૂતોએ ડાંગર રોપણીની શરૂઆત કરી દીધી છે.
ધરમપુર કપરાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્‍તારોમાં ડાંગર (ભાત)નો ઉપયોગ મુખ્‍ય ખોરાક તરીકે થતો હોવાથી ખેડૂતો ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં કરે છે. ચાલુ વર્ષે પ્રારંભના જ ચોમાસામાં માફકસરનો વરસાદ પડતા ખેડૂતોએ ડાંગર ધરૂની રોપણી આરંભી દીધી છે. જો કે હજુ અમુક ખેડૂતો હજુ સારા વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે. પરંતુ મોટાભાગના ખેડૂતોએ ડાંગર ધરુની રોપણી શરૂ કર્યાનું ગામે ગામ મળી રહ્યો છે. કપરાડા-ધરમપુર વિસ્‍તારના ખેડૂતો માટે ડાંગર મુખ્‍ય પાક છે તેથી સમયસર રોપણી આરંભી દીધી છે.

Related posts

અ.ભા.વિ.પી.ની ઐતિહાસિક જીવન ગાથા ઉપર આધારિત પુસ્‍તકની સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ પ્રશાસકશ્રીને આપેલી ભેટ

vartmanpravah

નરોલીમાં ચાલકે ડમ્‍પર રિવર્સ લેવા જતાં મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા ગંભીર ઇજા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

Leave a Comment