(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29 : તારીખ. 27/12/2022ને મંગળવારના રોજ તા.ધરમપુરના નાની વહીયાળ ગામે વાંકા ફળીયા મોટી ખનકી પર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા નાની વહીયાળ હાઈસ્કૂલના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર. પટેલના પ્રયત્નો, ભલામણથી ચેકડેમ કમ કોઝવે માટે રૂા.11,97,000 મંજુર કરવામાં આવેલ હતા. જેનુ ખાતમુહૂર્ત જિ.પંચાયત શાસક પક્ષ નેતા શૈલેશકુમાર પટેલ, ભાજપ અગ્રણી બારોલીયા, સરપંચ જિ.પંચાયત સભ્ય પતિ શ્રી ગણેશભાઈ બિરારી, સરપંચ શ્રી વિનોદભાઈ પઢેર, માજી તા. પંચાયત સભ્યો જયેશભાઈ, નગીનભાઈ, ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ,વડીલશ્રી જગાભાઈના વરદ હસ્તે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધિકાર રુબરુમાં કરવામાં આવ્યુ હતું. ચેકડેમ કમ કોઝવે બંધાતા નાની વહીયાળના કેટલાય ખેડૂતોને પાણીની સુવિધા અને ખેતીમાં અવરજવર માટે સુવિધા મળી રહેશે. જેથી ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરી ધારાસભ્યશ્રી અને હોદ્દેદારોનો આભાર માન્યો હતો.