April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ,તા.30 : દીવ નાગવા રોડ પર અચાનક જ છકડો રીક્ષાએ પલ્‍ટી મારતાં ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા. વણાકબારાથી દીવ તરફ છકડો રીક્ષા આવી રહી હતી ત્‍યારે મલાલાથી ત્રણ મહિલાઓ રિક્ષામાં બેઠયા હતા. રેમ્‍બો હોટલ પાસે ખાડો અને ખરાબ રોડને તારવવા જતા છકડો રીક્ષા પલ્‍ટી મારી જતા ચાર લોકો ઘાયલ થયા હતા. આ ચારેયને દીવ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ચારને પ્રાથમિક સારવાર આપીને રિફર કરેલ છે. જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેને ઉના રિફર કરેલ, જ્‍યારે એકને અતિ ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખાતે રિફર કરેલ અને બે ને સામાન્‍ય ઈજા પહોંચી હતી જેને પણ પ્રાથમિક સારવાર અપાઈ હતી.

Related posts

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

દાનહના ફલાંડી સરકારી શાળામાં આયોજીત ત્રી-દિવસીય ‘‘ફુટબોલના માધ્‍યમથી જીવન કૌશલ” તાલીમ કાર્યક્રમનું સમાપન

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં પ્રિમિયર લીગનું દબદબાપૂર્વક થયેલો પ્રારંભ: નાણામંત્રીએ ઉદ્દઘાટન કર્યું

vartmanpravah

Leave a Comment