વર્તમાન પ્રવાહ, ન્યુઝ નેટવર્ક
દમણ, તા.15:
સંઘપ્રદેશ દમણમાં કિશોર ઉપર ચોરીનો આરોપ મૂકી તેને જાહેરમાં કપડા ઉતારી નગ્ન કરી ઢોર માર મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયોહતો. કિશોરને આ રીતે મારી તાલીબાની સજા કરતા હોવાના દ્રશ્યો કેદ થયેલા હતાં. આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ પ્રકરણમાં પોલીસે ત્રણ ઈસમોની અટક કરી હતી.
સંઘપ્રદેશ દમણમાં કિશોર ઉપર ચોરીનો આરોપી લગાવી તેને જાહેરમાં નગ્ન કરી ઢોર માર મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં કિશોર ઉપર ચોરીનો આરોપ લગાવી લોકો તેને માર મારી રહ્યા છે અને જાહેરમાં કિશોરના કપડા ઉતારી નગ્ન કરી થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. દમણના બામણપૂજા વિસ્તારની આ ઘટના હોવાનું પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જે બાદ દમણ પોલીસે આ પ્રકરણમાં (1) અંકિત નાનુ પટેલ (2) દિલિપ ઠાકુર પટેલ અને (3) નરેશ પ્રેમા પટેલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Previous post