ચાલકની સમય સુચકતા કારગત નિવડી :
બાળકોના પુસ્તક-દફતર બળી ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વલસાડ અતુલ બ્રિજ નીચે આજુ ગુરૂવારે બપોરે એક ખાનગી સ્કૂલ વાન ચાલુ હાલતમાં અચાનક આગ ભભૂકી ઉટી હતી. ચાલકની સમય સુચકતા આધિન બે બાળકો અને ચાલકનો બચાવ થવા પામ્યો હતો.
દીલધડક આગાની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે અતુલ બ્રીજ નીચે ખાનગી સ્કૂલ વાન સમયસર સ્કૂલમાંથી બાળકો ભરીને નિકળી હતી. વચ્ચે અમુક બાળકો ઉતરી ગયા હતા. છેલ્લે બે બાળક અને ચાલક વાનમાં બેઠા હતા. વાન નં.જીજે 05 સીએચ 0632 અતુલ બ્રિજ નીચેથી પસાર થતીહતી. ત્યાં ચાલુ વાને અચાનક એન્જિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી. ચાલકે સમય સુચકતા વાપરી બે બાળકો અને પોતે નીચે ઉતરી જતા સલામત બચાવ થયો હતો. આગની જાણ થતા અતુલ કંપનીનું ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી આગ બુઝાવી હતી. આગમાં બાળકોના દફતર અને પુસ્તકો બળીને ખાખ થઈ ગયા હતા.