October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

સ્‍કૂલ ટ્રસ્‍ટીગણ અને વાલીઓની ઉપસ્‍થિતિમાં બાળકોએ અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં યોજાયો ભવ્‍ય વાર્ષિકોત્‍સવ. અત્રે ઉલ્લેખનીય છેકે, વાપીમાં આવેલ ‘શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં તારીખ 30-12-2022, શુક્રવારના રોજ શાળાનો વાર્ષિકોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય અતિથિપદ પર શ્રી મુન્નાભાઈ સી. શાહ (એક્રા પેક ઈન્‍ડિયા પ્રા.લિ.) અને શ્રીમતી ડો.સંધ્‍યાબેન એમ. શાહ (વર્ધમાન ફિઝીયોથેરાપી ક્‍લિનિક) પધાર્યા હતા.
‘પરિવર્તન’ વિષય પર યોજાયેલ આ રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્‍ય અતિથિગણ, શાળાના પ્રેસિડેન્‍ટ શ્રી સુંદરલાલ આર. શાહ, સેક્રેટરી શ્રી ચંદ્રેશભાઈ એસ. શાહ, આચાર્ય શ્રીમતી શ્રદ્ધાબેન દેસાઈ તથા અન્‍ય કારોબારી સભ્‍ય દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવેલ હતું.
વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક અદભુત નૃત્‍ય પ્રસ્‍તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેના દ્વારા વાલીઓ અને અન્‍ય પ્રેક્ષકો મંત્રમુગ્‍ધ બન્‍યા હતાં. મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્‍યું હતું અને શાળાના તેજસ્‍વી તારલાઓને સન્‍માનવામાં આવ્‍યા હતાં. શ્રીમતી શ્રદ્ધાબેન દેસાઈના સબળ નેતૃત્‍વ હેઠળ સાળા જ્‍યારે દસ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્‍યારે શાળાના વિદ્યાર્થીઓની વિશિષ્‍ટ શૈક્ષણિક અને બહુઆયામી સિદ્ધિઓને આચાર્યાશ્રી દ્વારા વાર્ષિક અહેવાલરૂપે રજૂ કરવામાં આવેલ હતી.
સમગ્ર શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. ટ્રસ્‍ટીઓ દ્વારા સમગ્ર શાળા પરિવારનેશુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

Related posts

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્‍ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

vartmanpravah

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment