બે દિવસ પહેલાં પતંગની દોરીથી બ્રિજ ઉપર એક મહિલાનો હાથ કપાવાની પણ ઘટના નોંધાઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05: બે દિવસ પહેલાં નાની દમણના રાજીવ ગાંધી સેતૂ ઉપરથી જઈ રહેલ એક મહિલાનો હાથ પતંગની દોરીના કારણે કપાવાની ઘટના બની હતી. ગયા વર્ષે પણ પતંગની દોરીના કારણે ઘણાં પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહી ગયા હતા.
દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ચગાવવામાં આવતી પતંગોના કારણે પુલ ઉપરથી જતા ખાસકરીને બાઈકસવારો અને રાહદારીઓ પતંગની દોરીના અડફેટમાં આવવાની સંભાવના રહે છે. તેથી ખારીવાડ વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યા અને બંધ ગટર ઉપર ચગાવવામાં આવતી પતંગો ઉપર પ્રતિબંધ મુકવાની ખાસ જરૂરિયાત છે. જો આ પતંગ ચગાવવાની પ્રવૃત્તિ બંધ નહીં કરાઈ તો આવતા દિવસોમાં રાજીવ ગાંધી સેતૂ ઉપર અકસ્માતની પરંપરા સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.