July 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી – યુવા સંમેલનમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. શ્રી રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વાચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતી નિમિત્તે સવારે 8.00 વાગ્‍યેથી યુવા રેલી અને ત્‍યાર બાદ યુવા સંમેલનનું આયોજન હાથ કરવામાં આવશે. જેમાં નગરના અને તાલુકાની શાળામહાશાળાના વિદ્યાર્થીઓ અને એબીવીપીના યુવાનો પણ જોડાશે.
યુવા રેલી દ્વારા સવારે 8-00 વાગ્‍યાથી સ્‍વામી વિવેકાનંદ સ્‍મારક સમડીચોક સ્‍થિત વિવેકાનંદજીની પ્રતિમાને નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવશે. બાદમાં રેલીમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. આ રેલી નગરના સમડીચોક થઈ પ્રભુ ફળીયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોન્‍દી ફળીયા, ડોક્‍ટર હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, ડેપો, લક્ષ્મીનારાયણ મંદિર થઈ મનહાર ઘાટ ખાતે સંપન્ન થશે. યુવા સંમેલનમાં ગુજરાતભરના જાણીતા વક્‍તા અંકિતભાઈ દેસાઈ યુવાનોને વિવેકાનંદજીમાં જીવન આદર્શો મુજબ પ્રાસંગિક સંબોધન કરશે.

Related posts

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

Leave a Comment