February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

21મી ડિસેમ્‍બરે દમણમાં સંઘપ્રદેશ સ્‍તરના ખેલાડીઓની થશે પસંદગી પ્રક્રિયાનું આયોજનઃ દાનહ આદિવાસી બહુલ પ્રદેશ હોવા છતાં સેલવાસ ખાતે પસંદગી પ્રક્રિયાનું આયોજન શા માટે નહીં?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રમત-ગમતના વિકાસ માટે ઘણાં અસરકારક પગલાં ભર્યા છે. તેના ઉપલક્ષમાં ભારત સરકારના સંસ્‍કૃતિ મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા ઓરિસ્‍સા સરકાર તથા સમાજ વિજ્ઞાન સંસ્‍થા, કલિંગા(ભુવનેશ્વર)ના સંયુક્‍ત ઉપક્રમે રાષ્‍ટ્રીય સ્‍તરના આદિજાતિ રમત-ગમત મહોત્‍સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્‍સવ 09 જૂનથી 12 જૂન, 2023 સુધી ભુવનેશ્વરમાં યોજાશે. આ આદિવાસી રાષ્‍ટ્રીય રમત મિલન સહ ઉત્‍સવમાં 10 સ્‍પર્ધાઓ યોજાશે. જેમાં તીરંદાજી, એથ્‍લેટિક્‍સ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, રગ્‍બી, તરણ, વોલીબોલ અને યોગાનનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભારત સરકારના સંસ્‍કૃતિ મંત્રાલયના સંયુક્‍ત સચિવે અર્ધ સરકારી પત્ર પ્રસિદ્ધ કરી દરેક રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના આદિવાસી ખેલાડીઓની ટીમને મોકલવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. સાથે રાજ્‍ય/કેન્‍દ્ર શાસિત પ્રદેશના એક અનોખા આદિવાસી રમતનું પ્રદર્શન કરવા માટે પણ અનુરોધકરવામાં આવ્‍યો છે. આ રમત-ગમત મહોત્‍સવના આયોજનનો મુખ્‍ય ઉદ્દેશ આદિવાસી રમત-ગમત પ્રતિભાને ઓળખવા, શોધવા અને બઢતી આપવા અને રમતોને લોકપ્રિય બનાવવાનો છે, જેથી આવનારા વર્ષોમાં તેમાંથી કેટલીક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રમત-ગમત આયોજનોમાં સામેલ કરવામાં આવી શકે તથા દેશભરના પ્રતિષ્‍ઠિત આદિવાસી ખેલાડીઓને તેમના વધુ સારા પ્રદર્શન અને યોગદાન માટે સમ્‍માનિત કરી શકાય.
અત્રે નોંધનીય છે કે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ, રમત ગમત અને યુવા બાબતોના સચિવ, ડૉ. અરુણ ટી.ની સૂચના મુજબ અને સાથે આદિજાતિ રમતોત્‍સવ માટે 21મે, 2022ના રોજ રમતગમત વિભાગ દ્વારા નિયામક, રમત ગમત, શ્રી અરુણ ગુપ્તા, યુવા બાબતો અને કેન્‍દ્રીય સ્‍તરની પસંદગી પ્રક્રિયા મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે સવારે 7.30 કલાકે ટ્રાયલ શરૂ થશે.
અત્રે યાદ રહે કે, આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેનાર આદિવાસી ખેલાડીઓ પાસે કેન્‍દ્ર શાસિત પ્રદેશનું આધાર કાર્ડ અને સરકાર દ્વારા જારી કરાયેલ અનુસૂચિત જનજાતિ (લ્‍વ્‍) પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને જો તેઓએ ભૂતકાળમાં રમત-ગમતમાં ભાગ લીધો હોય તો તે પ્રમાણપત્ર સાથે રાખવું.
અત્રે ઉલ્લેખનીય છે કે આપસંદગી પ્રક્રિયામાં ભાગ લેનાર ખેલાડીઓની રમત પ્રતિભા પસંદગી સમિતિ દ્વારા ચકાસવામાં આવશે અને આ સમિતિ દ્વારા ખેલાડીઓના પ્રદર્શનનું મૂલ્‍યાંકન કર્યા બાદ જ તેમને આદિજાતિ રમતોત્‍સવમાં ભાગ લેવા મોકલવામાં આવશે. આદિવાસી રમતોત્‍સવ માટે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી મુખ્‍ય આદિવાસી રમત ગમત પ્રદર્શન તરીકે માલખંબને નામાંકિત કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની સૂચનાથી ભારત સરકાર દ્વારા આદિવાસી ખેલાડીઓ માટે લેવાયેલા પગલાંઓનો કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સક્રિયપણે અમલ કરવામાં આવ્‍યો છે અને પરિણામે કેન્‍દ્ર શાસિત પ્રદેશના આદિવાસી અને અન્‍ય ખેલાડીઓ આ પ્રદેશમાં રાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍પર્ધા કરી શક્‍યા છે. પ્રશાસકશ્રીએ આદિવાસી યુવાનોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, રમત-ગમત, આરોગ્‍ય અને અન્‍ય પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે અનેક પગલાં લીધા છે.
આદિવાસી રમતોત્‍સવમાં ભાગ લેવા દમણમાં આયોજિત પસંદગી પ્રક્રિયામાં વધુમાં વધુ આદિવાસી ખેલાડીઓ ભાગ લે અને આદિજાતિ રમતોત્‍સવમાં રાજ્‍ય તેમજ રાષ્‍ટ્રીય કક્ષાનું નામ રોશન કરે તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી આદિવાસી બહુલ પ્રદેશ હોવા છતાંસંઘપ્રદેશ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનું સ્‍થળ દમણ ખાતે જ શા માટે રાખવામાં આવ્‍યું છે? દાદરા નગર હવેલીમાં શા માટે પસંદગી કેમ્‍પ નહીં રાખવામાં આવ્‍યો? એ પ્રશ્ન ઉદ્‌ભવી રહ્યો છે.

Related posts

બીપીઆર એન્‍ડ ડી નવી દીલ્‍હીના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ માટે ઈન્‍વેસ્‍ટીગેશન ટ્રેનિંગનો પ્રારંભ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

ઝોલાવાડી ગ્રામ પંચાયત ખાતે પ્રશાસન ગાવ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment